
દરેક અનુદાનના કેન્દ્રમાં લોકો હોય છે. પીપલ-ફર્સ્ટ એઆઈ ફંડ જે સમુદાયોને ટેકો આપવા માટે રચાયું છે, તેમાંના આ કેટલાક સમુદાયો છે.
સમુદાયોને ટેકો: 2026ના પીપલ-ફર્સ્ટ એઆઈ ફંડનું અનુદાન મેળવનારને મળો
અમારું બીજું પીપલ-ફર્સ્ટ એઆઈ ફંડ 163 બિનનફાકારક સંસ્થાઓને 5 કરોડ ડૉલર આપે છે. તેઓ અમેરિકામાં આવશ્યક સેવાઓની સુલભતા, કલા-સંસ્કૃતિની સંસ્થાઓ અને સ્થાનિક પત્રકારત્વને મજબૂત બનાવવા એઆઈની શક્યતાઓ તપાસી રહી છે.
આજે OpenAI Foundation 2026ના પીપલ-ફર્સ્ટ એઆઈ ફંડ દ્વારા કુલ 5 કરોડ ડૉલરનું અનુદાન મેળવવા માટે 163 સંસ્થાઓની પસંદગીની જાહેરાત કરી રહ્યું છે. આ સંસ્થાઓ અમેરિકાનાં 35 રાજ્યો અને વૉશિંગ્ટન, ડી.સી.માં આવેલી છે અને દેશભરના ગ્રામ્ય તથા શહેરી સમુદાયોને સેવાઓ આપે છે. અનુદાન મેળવનાર આ બીજું જૂથ, ફાઉન્ડેશને 2025માં શરૂ કરેલા 5 કરોડ ડૉલરના પ્રારંભિક પીપલ-ફર્સ્ટ એઆઈ ફંડના કાર્યને આગળ ધપાવે છે.
ઉપયોગ પર નિયંત્રણ વિનાનાં અનુદાન દ્વારા, અમે આ વિશ્વસનીય સંસ્થાઓને સંસાધનો અને સ્વતંત્રતા આપી રહ્યા છીએ. આથી તેઓ એઆઈથી પોતાનું કાર્ય કેવી રીતે મજબૂત બનાવી શકાય અને તેઓ જેમને સેવા આપે છે તે લોકો તથા સમુદાયો તેના ઉપયોગમાં કેવી રીતે જોડાઈ શકે અને તેને આકાર આપી શકે તેની શક્યતાઓ તપાસી શકશે. આ ફંડ એઆઈ વિશે શીખવાના અને પ્રયોગ કરવાના દરેક તબક્કે બિનનફાકારક સંસ્થાઓને ટેકો આપે છે—આ ટેક્નોલોજીથી શું શક્ય બની શકે તે વિચારવાની શરૂઆત કરતી સંસ્થાઓથી લઈને સમુદાયો સાથે મળીને બનાવેલાં સાધનોનો પ્રાયોગિક ઉપયોગ કરતી સંસ્થાઓ સુધી. તેઓ આ ટેક્નોલોજી, તેની અસરો અને પોતાના ધ્યેયો માટે સૌથી ઉપયોગી ઉપયોગો સમજવાનો પ્રયાસ કરે ત્યારે તેમના નેતૃત્વને ટેકો આપવો એ અમારું લક્ષ્ય છે.
આવાસ કે દિવ્યાંગતા માટેના લાભો મેળવવામાં મદદ જોઈતી હોય, કલાનો આનંદ માણવો હોય કે પોતાના વિસ્તારને અસર કરતા કોઈ નિર્ણયને સમજવો હોય—લોકો ઘણી વાર સૌથી પહેલાં સ્થાનિક બિનનફાકારક સંસ્થાઓનો સંપર્ક કરે છે. 2025ના ફંડમાંથી મળેલી શીખ અને સમુદાયોના પ્રતિસાદના આધારે, આ વર્ષનું ફંડ ત્રણ બાબતોને પ્રાથમિકતા આપે છે: સામુદાયિક સહાય સેવાઓ, સામુદાયિક કલા અને સાંસ્કૃતિક સંસ્થાઓ તથા સામુદાયિક પત્રકારત્વ અને માધ્યમો.
આ ફંડની રચના જ કોઈ ચોક્કસ ઉત્પાદનની તરફેણ ન થાય એ રીતે કરાઈ છે: અનુદાન મેળવનારને પોતાના કાર્ય અને સમુદાયો માટે શ્રેષ્ઠ જણાય તે કોઈ પણ સાધન કે મંચ પસંદ કરવાની—અથવા ન કરવાની—પૂરેપૂરી સ્વતંત્રતા છે. અરજદારોએ તેઓ પહેલેથી ઉપયોગ કરતા હોય અથવા જેના વિશે વધુ જાણવા માંગતા હોય તેવાં વિવિધ એઆઈ ઉત્પાદનો વિશે જણાવ્યું. તેમણે પોતાના સમુદાયોમાં એઆઈના ઉપયોગ અંગે હજી ઉકેલવાના બાકી હોય અને વધુ તપાસવા માંગતા હોય એવા પ્રશ્નો પણ રજૂ કર્યા.
આ વર્ષે અનુદાન મેળવનારમાં મોટાભાગની સંસ્થાઓ ફંડની નવી ભાગીદારો છે, જ્યારે કેટલીક સંસ્થાઓને અગાઉ પણ અનુદાન મળ્યું છે. અનુદાન મેળવનાર કેટલીક સંસ્થાઓનો પરિચય નીચે આપ્યો છે. સંપૂર્ણ યાદી અંગ્રેજી વર્ણાનુક્રમમાં અહીં મળી રહેશે.
સામુદાયિક સહાય સેવાઓ

તસવીર સૌજન્ય: નાઇજીરિયન સેન્ટર
સમુદાય-આધારિત બિનનફાકારક સંસ્થાઓ વિશ્વસનીય માર્ગદર્શક તરીકે લોકોને કાનૂની સહાય, આવાસ, ભોજન, દિવ્યાંગતા સંબંધિત સેવાઓ અને અન્ય આવશ્યક લાભો મેળવવામાં મદદ કરે છે. તેઓ લોકોને પોતાના વિકલ્પો સમજવામાં અને એકલા હાથે પાર પાડવી મુશ્કેલ હોય તેવી પ્રણાલીઓમાંથી માર્ગ કાઢવામાં મદદ કરે છે. ખાસ કરીને ભાષાના અવરોધો, જટિલ પ્રક્રિયાઓ કે મર્યાદિત સ્થાનિક સેવાઓને કારણે મદદ મેળવવી વધુ મુશ્કેલ બનતી હોય ત્યાં આ સહાય ઉપયોગી બને છે.
અનુદાન મેળવનારી ઘણી સંસ્થાઓ વહીવટ અને સંચાલન સુધારવા એઆઈની શક્યતાઓ તપાસી રહી છે, જેથી કર્મચારીઓ જેમને સેવા આપે છે તેમની સાથે વધુ સમય વિતાવી શકે. સમુદાય-આધારિત બિનનફાકારક સંસ્થાઓને માહિતીનો અનુવાદ અને સંકલન કરવામાં, લાભો અંગેની જટિલ નીતિઓ સમજવામાં અને સમજાવવામાં તથા અરજીપ્રક્રિયા સરળ બનાવવામાં પણ તકો દેખાય છે. આથી લોકોને જરૂર પડે ત્યારે સ્પષ્ટ અને સુસંગત માર્ગદર્શન મળી શકે.
સામુદાયિક કલા અને સાંસ્કૃતિક સંસ્થાઓ

તસવીર સૌજન્ય: પાર્સન્સ ડાન્સ (પૌલા લોબો)
કલા અને સાંસ્કૃતિક સંસ્થાઓ સર્જનાત્મક અનુભવોનું પ્રવેશદ્વાર છે. તે સંગીત સાંભળવા, કલાસર્જન કરવા, સ્થાનિક ઇતિહાસ જાણવા અને પડોશીઓ સાથે જોડાવા માટે જગ્યા પૂરી પાડે છે. તેઓ લોકોને સાંસ્કૃતિક જીવનમાં ભાગ લેવાની તકો આપે છે અને સમુદાયોને તેમની કથાઓ જાળવવામાં તથા અન્ય લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
ઘણા અરજદારોએ તેમના કાર્યમાં સહભાગિતા વધારવા અને ટકાવી રાખવા એઆઈની શક્યતાઓ તપાસવામાં કે તેનો ઉપયોગ કરવામાં રસ દર્શાવ્યો. તેમાં દાતાઓ સાથે સંપર્ક વધારવો, પ્રેક્ષકોને સમજવા અથવા આંતરિક વહીવટમાં મદદ મેળવવી જેવા ઉપયોગોનો સમાવેશ થાય છે. તેમની આશા છે કે આથી નાની ટીમોને કલાકારો અને સામુદાયિક કાર્યક્રમોને ટેકો આપવા વધુ સમય મળશે. અન્ય સંસ્થાઓ રજૂઆત, વાર્તાકથન અને સહભાગિતાનાં નવાં સ્વરૂપો દ્વારા એઆઈ સર્જનાત્મક કાર્યમાં કેવી રીતે મદદ કરી શકે તે તપાસી રહી છે. આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની દિશા કલાકારો અને સમુદાયો નક્કી કરી રહ્યા છે.
સામુદાયિક પત્રકારત્વ અને માધ્યમો

તસવીર સૌજન્ય: ધ એલએ લોકલ
સ્થાનિક સમાચાર સંસ્થાઓ વ્યવસાયની નવી પદ્ધતિઓને ટેકો આપવા, સમાચાર અહેવાલોને વધુ સક્ષમ બનાવવા અને વિશ્વસનીય માહિતી શોધવાનું તથા વાપરવાનું સરળ બનાવવા એઆઈની શક્યતાઓ તપાસી રહી છે અને તેનો ઉપયોગ કરી રહી છે. અરજદારો અને પસંદ થયેલી સંસ્થાઓમાં એક સમાન વિચાર જોવા મળ્યો: નાગરિકોની સહભાગિતા અને સક્રિયતા વધારવા આ સાધનોની શક્યતાઓ તપાસવી. તેમાં વધુ લોકો સુધી પહોંચવા માટે અહેવાલોનો અનુવાદ કરવો, જાહેર દસ્તાવેજો સુલભ બનાવવા અને રહેવાસીઓને તેમના જીવનને અસર કરતા નિર્ણયો સમજવામાં મદદ કરવી સામેલ છે.
આ કાર્યને ટેકો આપવા ફંડે વિવિધ સ્થાનિક સમાચાર અને માધ્યમ સંસ્થાઓને સીધાં અનુદાન આપવાનું પસંદ કર્યું છે. સાથે જ, વધુ વ્યાપક સમૂહનાં માધ્યમો સુધી ફંડની સહાય પહોંચાડવામાં મદદરૂપ થાય એવાં અનુદાન પણ આપવામાં આવી રહ્યાં છે. તેમાં અમેરિકન જર્નલિઝમ પ્રોજેક્ટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે સમુદાયોમાં મૂળ ધરાવતી સમાચાર સંસ્થાઓના નેટવર્કમાં મૂડીરોકાણ અને વ્યૂહાત્મક સહાય દ્વારા બિનનફાકારક સ્થાનિક સમાચાર ક્ષેત્રને મજબૂત બનાવે છે. તેમાં કોલોરાડો ન્યૂઝ કોલેબોરેટિવ પણ છે, જે 200 સ્થાનિક સમાચાર સંસ્થાઓને જોડે છે અને રાજ્યભરમાં એઆઈ શીખવા માટેના નેટવર્કનું સંકલન કરે છે.
અમારી પ્રક્રિયા
ફંડના જાહેર આમંત્રણના પ્રતિસાદમાં દેશભરમાંથી 1,669 અરજીઓ મળી. OpenAI બિનનફાકારક સંસ્થાઓ માટેના આયોગના સંયોજક ડેનિયલ ઝિંગેલેએ બાહ્ય સલાહકારોના જૂથ સાથે મળીને 2026ની સમીક્ષા પ્રક્રિયા તૈયાર કરી અને અમલમાં મૂકી. મળેલી દરેક અરજીની સમીક્ષા અનુદાન આપવાનો અનુભવ ધરાવતા બાહ્ય નિષ્ણાતે કરી. પસંદગીમાં સમુદાયના વિશ્વાસ, પુરવાર થયેલી અસર અને એઆઈની શક્યતાઓ તપાસવાના વિચારપૂર્વકના અભિગમને મહત્ત્વ આપવામાં આવ્યું.
મોટી માંગને ધ્યાનમાં રાખીને, અમે પૂરા 5 કરોડ ડૉલર જાહેર આમંત્રણ દ્વારા અરજી કરનાર સંસ્થાઓને વહેંચીશું. અમારું લક્ષ્ય 2026ના અંત પહેલાં દરેક અનુદાનની સંપૂર્ણ રકમ ચૂકવવાનું છે, જેથી સંસ્થાઓને તરત જ સંસાધનો મળે અને તેઓ પોતાનું તાત્કાલિક જરૂરી કાર્ય આગળ વધારી શકે.
2026ના પીપલ-ફર્સ્ટ એઆઈ ફંડનું અનુદાન મેળવનાર સંસ્થાઓ
એટીન્થ સ્ટ્રીટ આર્ટ્સ સેન્ટર (સીએ)
એક્સેસએસઓએસ (સીએ)
અલાસ્કા લીગલ સર્વિસિસ કોર્પોરેશન (એકેઃ)
અમરિલો સિમ્ફની, ઇન્ક. (ટીએક્સ)
અમેરિકન જર્નલિઝમ પ્રોજેક્ટ (ડીસી)
અમીગોસ ફોર કિડ્સ (એફએલ)
આર્ટ ડિવિઝન (સીએ)
એસ્પન પબ્લિક રેડિયો (સીઓ)
અસાઇલમ સીકર એડવોકસી પ્રોજેક્ટ, ઇન્ક. (એનવાય)
ઓગસ્ટ વિલ્સન આફ્રિકન અમેરિકન કલ્ચરલ સેન્ટર (પીએ)
બિએનવેનિદોસ આ ગેલેટિન વેલી (એમટી)
બ્લેક ગર્લ્સ સ્માઇલ ઇન્ક. (જીએ)
બોર્ડરલેસ (આઈએલ)
બ્રિજિસ ફ્રોમ સ્કૂલ ટુ વર્ક ઇન્ક. (એમડી)
બ્રાઇટ સ્ટાર કમ્યુનિટી આઉટરીચ (આઈએલ)
બ્રુકલિન બેલે ઇન્ક. (એનવાય)
બ્રધરહુડ ક્રુસેડ (સીએ)
બિલ્ડિંગ હેલ્ધી કમ્યુનિટીઝ મોન્ટેરે કાઉન્ટી (બીએચસીએમસી) (સીએ)
કેલિફોર્નિયા બ્લેક મીડિયા (સીએ)
કેલિફોર્નિયા ઇમિગ્રેશન પ્રોજેક્ટ (સીએ)
કેમ્બ્રિજ કમ્યુનિટી ટેલિવિઝન (સીસીટીવી) (એમએ)
કેપિટલ બી ન્યૂઝ ઇન્ક. (જીએ)
સેન્ટર ફોર સિવિક ઇનોવેશન (જીએ)
સેન્ટર ફોર કોમન ગ્રાઉન્ડ (વીએ)
સેન્ટ્રલ અમેરિકન રિસોર્સ સેન્ટર-કેરેસેન (ડીસી)
ચેન્જ ટુડે, ચેન્જ ટુમોરો (સીટીસીટી) (કેવાય)
ચાઇનીઝ હિસ્ટોરિકલ સોસાયટી ઑફ અમેરિકા (સીએ)
સિએર્તો (સીએ)
સિટી બ્યૂરો (આઈએલ)
સિવિલા (એમઆઈ)
કો_લેબ થિયેટર ગ્રૂપ (એનવાય)
કોલોરાડો ન્યૂઝ કોલેબોરેટિવ (સીઓ)
કમ્યુનિટી કનેક્શન્સ, ઇન્ક. (સીઓ)
કમ્યુનિટી મેટર્સ (ઓએચ)
કરેજ ટુ કેરગિવર્સ (ઓએચ)
ક્રિએટિવેટ્સ (ટીએન)
ક્રેસેર કેપિટલ ફંડ (સીએ)
સીઆરએલએ ફાઉન્ડેશન (સીએ)
દાર-ઉસ-સકીના (ટીએક્સ)
ડેફ કમ્યુનિટી એડવોકસી નેટવર્ક, ઇન્ક. (એમઆઈ)
ડીપ સાઉથ ટુડે (એમએસ)
ડેલાવેર એલાયન્સ ફોર નોનપ્રોફિટ એડવાન્સમેન્ટ ઇન્ક. (ડીઈ)
ડેલઆર્ટે ઇન્ટરનેશનલ (સીએ)
દેસ્પિએર્તા (એનસી)
ડેસ્ટિની આર્ટ્સ સેન્ટર (સીએ)
ડોક્યુમેન્ટેડ (એનવાય)
ડાઉનટાઉન કમ્યુનિટી ટેલિવિઝન સેન્ટર, ઇન્ક. (એનવાય)
ડ્રીમ મશીન (સીએ)
ઇકોનોમિક જસ્ટિસ ઇન્સ્ટિટ્યૂટ (ડબલ્યુઆઈ)
એલ રેસ્કાતે (સીએ)
એનલાસે લાતિનો એનસી (એનસી)
એફ વાય આઈ ઇન્ક. (એનવાય)
ફર્નડેલ સિનિયર રિસોર્સ એજન્સી (સીએ)
ફ્લોરિડા પીટીએ (એફએલ)
ફૂટ સોલ્જર્સ પાર્ક ઇન્ક. (એએલ)
ફ્રેન્કલિન ટાઉનશિપ ફૂડ બેન્ક (એનજે)
ફ્રી પ્રેસ ઇન્ડિયાના (આઈએન)
ફ્રેન્ડ્સ ઑફ ફીલ્ડવર્કર્સ, ઇન્ક. (સીએ)
જેન્ડર હેલ્થ સેન્ટર (સીએ)
જ્યોર્જિયા એપલસીડ સેન્ટર ફોર લૉ એન્ડ જસ્ટિસ (જીએ)
ગ્લાઇડ મેમોરિયલ ચર્ચ (સીએ)
ગોલ્ડન સ્ટેટ ઓપોર્ચ્યુનિટી (સીએ)
ગ્રેટર બેકર્સફિલ્ડ લીગલ અસિસ્ટન્સ, ઇન્ક. (સીએ)
જીઆરઓ ફંડ (જીએ)
હર જસ્ટિસ (એનવાય)
હાઇલેન્ડ્સ લિટલ થિયેટર ઇન્ક. (એફએલ)
હિસ્પાનાસ ઓર્ગેનાઇઝ્ડ ફોર પોલિટિકલ ઇક્વાલિટી - કેલિફોર્નિયા (સીએ)
હિસ્પેનિક સેન્ટર ઑફ વેસ્ટર્ન મિશિગન (એમઆઈ)
હોલિવૂડ ફોરવર્ડ (સીએ)
હોમબોય આર્ટ એકેડેમી (સીએ)
હોનોલુલુ સિવિલ બીટ (એચઆઈ)
હ્યુસ્ટન ફ્રીડમેન્સ ટાઉન કન્ઝર્વન્સી ઇન્ક. (ટીએક્સ)
ઇન્ડિજિનસ જર્નલિસ્ટ્સ એસોસિએશન (ઓકે)
ઇન્ક પીપલ સેન્ટર ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર (સીએ)
ઇન્ટિગ્રેટેડ કમ્યુનિટી (સીઓ)
ઇન્ટરનેશનલ એક્ઝામિનર (ડબલ્યુએ)
ઇનવિઝિબલ ઇન્સ્ટિટ્યૂટ (આઈએલ)
જસ્ટ હાર્વેસ્ટ (પીએ)
જસ્ટફિક્સ, ઇન્ક. (એનવાય)
જસ્ટિસ એટ વર્ક પીએ (પીએ)
કર્ન કમ્યુનિટી ફાઉન્ડેશન (સીએ)
કેશેટ ડાન્સ કંપની એન્ડ સેન્ટર ફોર ધ આર્ટ્સ (એનએમ)
કી ટુ ચેન્જ (ડબલ્યુએ)
લેડર ટુ ધ મૂન નેટવર્ક (એમઈ)
લાફાયેટ અર્બન મિનિસ્ટ્રી (આઈએન)
લાતિનો મીડિયા કોલેબોરેટિવ (સીએ)
લાતિનો મીડિયા કોન્સોર્ટિયમ (ટીએક્સ)
લૉયર્સ કમિટી ફોર સિવિલ રાઇટ્સ ઑફ ધ સાન ફ્રાન્સિસ્કો બે એરિયા (સીએ)
લીગલ એઇડ સોસાયટી ઑફ સાન માટેઓ કાઉન્ટી (સીએ)
લીગલ અસિસ્ટન્સ ફોર સિનિયર્સ (સીએ)
લીગલ અસિસ્ટન્સ ટુ ધ એલ્ડર્લી (સીએ)
લેમનટ્રી ફૂડ્સ (એનવાય)
લેવિન મ્યુઝિયમ ઑફ ધ ન્યૂ સાઉથ (એનસી)
લાઇબ્રેરી ફાઉન્ડેશન ઑફ લોસ એન્જલસ (સીએ)
લોકલ મીડિયા એસોસિએશન (એમઆઈ)
લોન સ્ટાર જસ્ટિસ એલાયન્સ (ટીએક્સ)
લુકઆઉટ (એઝેડ)
લોસ એન્જલસ કમ્યુનિટી ગાર્ડન કાઉન્સિલ (સીએ)
લુઇઝિયાના ઓર્ગેનાઇઝેશન ફોર રેફ્યુજીસ એન્ડ ઇમિગ્રન્ટ્સ (એલએ)
લુઇવિલ પબ્લિક મીડિયા (કેવાય)
મેડિસન 365 (ડબલ્યુઆઈ)
મેકિન્લીવિલ ફેમિલી રિસોર્સ સેન્ટર (સીએ)
મેરિક કમ્યુનિટી સર્વિસિસ (એમએન)
મોડલ નેઇબરહુડ પ્રોગ્રામ (સીએ)
મોમ્સ ફર્સ્ટ (એનવાય)
મ્યુરલિઝમ (સીએ)
એનએઈએસએમ (જીએ)
નાલેઓ એજ્યુકેશનલ ફંડ (સીએ)
નેશવિલ જાઝ વર્કશોપ (ટીએન)
નેશન આઉટસાઇડ (એમઆઈ)
નેશનલ એસોસિએશન ફોર મીડિયા લિટરસી એજ્યુકેશન (એનવાય)
નેશનલ કાઉન્સિલ ઑફ નીગ્રો વિમેન ઇન્ક. (ડીસી)
ન્યૂ_ પબ્લિક (સીએ)
ન્યૂઝવેલ (એઝેડ)
નાઇજીરિયન સેન્ટર ઇન્ક. (ડીસી)
નાઉકલામઝૂ (એમઆઈ)
વન જનરેશન અવે (ટીએન)
વન રૂફ (એએલ)
ઓપનહાઉસ (સીએ)
ઓપેરા લાફાયેટ (ડીસી)
ઓપેરા પારાલેલ (સીએ)
ઓર્કેસ્ટ્રા ઑફ સેન્ટ લ્યૂક્સ (એનવાય)
પાર્સન્સ ડાન્સ (એનવાય)
પીકો કેલિફોર્નિયા (સીએ)
પબ્લિક પોલિસી લેબ (એનવાય)
રેડિયો બિલિંગ્વે ઇન્ક. (સીએ)
રીચ રિવરસાઇડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીઈ)
રેડ હૂક આર્ટ પ્રોજેક્ટ, ઇન્ક. (એનવાય)
રિવરવાઇઝ ઇન્ક. (પીએ)
રૂરલ ઓપોર્ચ્યુનિટી ઇન્સ્ટિટ્યૂટ (એનસી)
સેક્રામેન્ટો બેલે એસોસિએશન (સીએ)
સહાન જર્નલ (એમએન)
સાન્ટા ફે કમ્યુનિટી હાઉસિંગ ટ્રસ્ટ (એનએમ)
સ્કેલ જસ્ટિસ (એનવાય)
સિએરા હેલ્થ ફાઉન્ડેશન (સીએ)
સોમાલી ફેમિલી સર્વિસ ઑફ સાન ડિએગો (સીએ)
સધર્ન વર્મોન્ટ આર્ટ્સ સેન્ટર (વીટી)
સ્પોટલાઇટ પીએ (પીએ)
સેન્ટ ક્રોય ફેસ્ટિવલ થિયેટર (ડબલ્યુઆઈ)
ટેક કાઉન્સિલ ઑફ ડેલાવેર (ડીઈ)
ટેલેવર્ડે ફાઉન્ડેશન ઇન્ક. (એઝેડ)
ટેક્સાસ એડવોકસી પ્રોજેક્ટ ઇન્ક. (ટીએક્સ)
ટેક્સાસ સુપ્રિમસી ઑફ મ્યુઝિક એન્ડ આર્ટ્સ કન્ઝર્વેટરી (ટીએસએમએસી) (ટીએક્સ)
ધ આર્ક ઑફ નોર્ધર્ન વર્જિનિયા (વીએ)
ધ કેલિફોર્નિયા મ્યુઝિયમ (સીએ)
ધ હિડન જીનિયસ પ્રોજેક્ટ (સીએ)
ધ એલએ લોકલ (સીએ)
ધ મોકિંગબર્ડ સોસાયટી (ડબલ્યુએ)
ધ પીપલ્સ થિયેટર (એનવાય)
ધ રૂરલ બિહેવિયરલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ (એમટી)
ટોડેક લીગલ સેન્ટર પેરિસ (સીએ)
ટ્રેડ્સવુમન ઇન્કોર્પોરેટેડ (સીએ)
ટ્રાવેલર્સ એઇડ ઑફ ગ્રેટર બર્મિંગહામ (એએલ)
ટ્રસ્ટિંગ ન્યૂઝ (એફએલ)
યુએફડબલ્યુ ફાઉન્ડેશન (સીએ)
યુનાઇટેડ વે ઑફ તુલારે કાઉન્ટી (સીએ)
યુનાઇટડબલ્યુઆઈ (ડબલ્યુઆઈ)
યુનિટી ગોસ્પેલ ક્વાયર ઇન્ટરનેશનલ (યુટી)
અર્બન લીગ ઑફ ગ્રેટર સાન ફ્રાન્સિસ્કો બે એરિયા (સીએ)
વેટરન્સ ફોર ઑલ વોટર્સ (એમઓ)
વિસ્કોન્સિન વૉચ (ડબલ્યુઆઈ)
યોલો ફૂડ બેન્ક (સીએ)
યુથ ફોરવર્ડ (સીએ)