ગોપનીયતા નીતિ
OpenAI Foundation ખાતે, અમારું મિશન એ સુનિશ્ચિત કરવાનું છે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સથી દરેક વ્યક્તિને લાભ થાય. અમે OpenAI Foundation (અમારી સંલગ્ન સંસ્થાઓ સાથે મળીને, “OpenAI Foundation”, “અમે”, “અમારા” અથવા “અમને”) તમારી ગોપનીયતાનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છીએ તથા તમારી પાસેથી અથવા તમારા વિશે મેળવેલી કોઈપણ માહિતીને સુરક્ષિત રાખવા માટે દૃઢતાપૂર્વક પ્રતિબદ્ધ છીએ. આ પ્રાઇવસી પોલિસી એ વ્યક્તિગત ડેટા અંગેની અમારી પદ્ધતિઓનું વર્ણન કરે છે, જે અમે તમારી પાસેથી અથવા તમારા વિશે એકત્રિત કરીએ છીએ, અને જ્યારે તમે અમારી વેબસાઇટ, એપ્લિકેશન્સ અને સેવાઓ (સામૂહિક રીતે, “સેવાઓ”)નો ઉપયોગ કરો છો ત્યારે અમે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ.
આ પ્રાઇવસી પોલિસી એવા કન્ટેન્ટ પર લાગુ પડતી નથી કે જેની પ્રક્રિયા અમે અમારા બિઝનેસ દ્વારા ઓફર કરાતા ગ્રાહકો વતી કરીએ છીએ, જેમ કે અમારા API. અમારા દ્વારા તે ડેટાનો ઉપયોગ અમારા ગ્રાહક સમજૂતી દ્વારા સંચાલિત થાય છે કે જે એવી ઓફરના પ્રવેશ અને ઉપયોગને આવરી લે છે.
1. અમે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ
અમે નીચે પ્રમાણે તમારી સાથે સંકળાયેલ સંબંધિત વ્યક્તિગત ડેટા (“વ્યક્તિગત ડેટા”) એકત્રિત કરીએ છીએ:
તમે પૂરો પાડો છો તે વ્યક્તિગત ડેટા: જો તમે અમારી સેવાઓનો ઉપયોગ કરવા માટે એકાઉન્ટ બનાવો છો અથવા અમારી સાથે વાતચીત કરો છો તો અમે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ, જેમ કે નીચે પ્રમાણે છે:
એકાઉન્ટ માહિતી: જ્યારે તમે અમારી સાથે એકાઉન્ટ બનાવો છો ત્યારે અમે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલી માહિતી એકત્રિત કરીશું, જેમાં તમારું નામ, સંપર્ક માહિતી, એકાઉન્ટ ક્રિડેન્શિયલ, જન્મ તારીખ, ચુકવણીની માહિતી અને વ્યવહાર ઇતિહાસ (સામૂહિક રીતે, "એકાઉન્ટ માહિતી") વગેરેનો સમાવેશ થાય છે. અમારી કેટલીક સેવા તમને તમારી એકાઉન્ટ માહિતીના ભાગરૂપે પ્રોફાઇલ તસવીર,વપરાશકર્તાનું નામ અથવા અન્ય માહિતી અપલોડ કરવાની મંજૂરી આપી શકે છે.
વપરાશકર્તા કન્ટેન્ટ: તમે ઉપયોગ કરો છો તે સુવિધાઓના આધારે, અમે તે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ જે તમે અમારી સેવાઓને ઇનપુટ તરીકે પ્રદાન કરો છો (“કન્ટેન્ટ”), જેમાં તમારા પ્રોમ્પ્ટ અને તમે અપલોડ કરો છો તેવા અન્ય કન્ટેન્ટ, જેમ કે ફાઇલો, ઈમેજીસ, ઑડિઓ અને વિડિયો, Sora પાત્રો, અને જોડાયેલ સેવાઓમાંથી મેળવેલ ડેટાનો સમાવેશ થાય છે. અમારી કેટલીક સેવા તમને અન્ય વપરાશકર્તા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે,જેમ કે પોસ્ટ કરવી,ટિપ્પણી કરવી અથવા સંદેશા મોકલવા અને અમે તે ક્રિયાપ્રતિક્રિયાને પણ કન્ટેન્ટ તરીકે ગણીએ છીએ.
સંદેશાવ્યવહારની માહિતી: જો તમે અમારી સાથે વાતચીત કરો છો, જેમ કે ઇમેઇલ અથવા અમારા સોશિયલ મીડિયા સાઇટ્સના પેજ પર તો અમે તમારો વ્યક્તિગત ડેટા, જેમ કે તમારું નામ, સંપર્ક માહિતી અને તમે મોકલેલા સંદેશાની વિષય-સામગ્રી ("સંદેશાવ્યવહાર માહિતી") એકત્રિત કરી શકીએ છીએ.
સંપર્ક ડેટા: જો તમે તમારા ઉપકરણના સંપર્કોને જોડવાનું પસંદ કરો છો તો અમે તમારા ઉપકરણની એડ્રેસ બુકમાંથી માહિતી અપલોડ કરીએ છીએ અને તપાસીએ છીએ કે તમારા કયા સંપર્ક અમારી સેવાનો પણ ઉપયોગ કરે છે. જો તમારા કોઈપણ સંપર્કો હજુ અમારી સેવાનો ઉપયોગ કરતા નથી તો તેઓ ત્યારબાદથી અમારી સેવા માટે સાઇન અપ કરે ત્યારે અમે તમને અપડેટ કરશું. વધુ જાણો તમારા સંપર્કોને કેવી રીતે જોડવા અને અમે અમારી સેવાનો ઉપયોગ ન કરતા લોકોની અપલોડ કરેલી સંપર્ક માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે.
તમે પૂરી પાડો છો તે અન્ય માહિતી: અમે અન્ય માહિતી એકત્રિત કરી છીએ જે તમે અમને પૂરી પાડો છો, જેમ કે જ્યારે તમે અમારા ઇવેન્ટ્સ અથવા સર્વેક્ષણોમાં ભાગ લો છો અથવા જ્યારે તમે અમને અથવા અમારા વતી કાર્યરત વિક્રેતાને તમારી ઓળખ અથવા ઉંમર સ્થાપિત કરવા માહિતી પૂરી પાડો છો (સામૂહિક રીતે “તમે પૂરી પાડો છો તે અન્ય માહિતી”).
સેવાના ઉપયોગથી અમને મળતા વ્યક્તિગત ડેટા: જ્યારે તમે સેાની મુલાકાત લો છો,તેનો ઉપયોગ કરો છો અથવા તો તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો ત્યારે અમને તમારી મુલાકાત, ઉપયોગ અથવા ક્રિયાપ્રતિક્રિયા વિશે નીચે પ્રમાણેની માહિતી મળે છે:
લોગ ડેટા: જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે તમારું બ્રાઉઝર અથવા ઉપકરણ આપમેળે જે માહિતી મોકલે છે, તે માહિતી અમે એકત્રિત કરીએ છીએ. લોગ ડેટામાં તમારું ઇન્ટરનેટ પ્રોટોકોલ સરનામું, બ્રાઉઝરનો પ્રકાર અને સેટિંગ્સ, તમારી વિનંતીની તારીખ અને સમય, અને તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તે શામેલ છે.
ઉપયોગ ડેટા: અમે સેવામાં તમારા ઉપયોગ અને પ્રવૃતિ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે તમે જે પ્રકારના કન્ટેન્ટને જુઓ છો અથવા જોડાયેલા રહો છો, તમે જે સુવિધાનો ઉપયોગ કરો છો અને તમે જે કાર્યો કરો છો, જ્યારે તમે મોડલ પ્રતિભાવ માટે પ્રતિભાવ સબમિટ કરો છો તમે જેમની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તે લોકો, તેમજ તમારો સમય ઝોન, દેશ, ઍક્સેસની તારીખો અને સમય, વપરાશકર્તા એજન્ટ અને સંસ્કરણ, કોમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણનો પ્રકાર અને તમારું કોમ્પ્યુટર જોડાણ. જો તમે એટલાસ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો અમે તમારા નિયંત્રણો અને સેવાના ઉપયોગ પ્રમાણે તમારું બ્રાઉઝર ડેટા પણ એકત્રિત કરી શકીએ છીએ.
ઉપકરણની માહિતી: અમે સર્વિસીસને ઍક્સેસ કરવા માટે તમે જે ઉપકરણનો ઉપયોગ કરો છો તેની માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે ઉપકરણનું નામ, ઓપરેટિંગ સિસ્ટમ, ઉપકરણ આઇડેન્ટીફાયર્સ, અને તમે કયો બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો. એકત્રિત કરવામાં આવેલી માહિતી ઉપકરણના પ્રકાર અને તેના સેટિંગ્સ પર આધારિત છે કે જેનો તમે ઉપયોગ કરો છો.
સ્થળ માહિતી: અમે સુરક્ષાના કારણોથી અને તમારા પ્રોડક્ટને લગતા અનુભવને વધુ સારા બનાવવા માટે જેમ કે અસામાન્ય લોગિન પ્રવૃત્તિની ઓળખ કરી તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા અથવા વધુ સચોટ જવાબો આપવા માટે આઈપી એડ્રેસ જેવી માહિતીના આધારે તમારા ઉપકરણ દ્વારા અમારી સેવાને કયા સામાન્ય વિસ્તારમાંથી ઍક્સેસ કરવામાં આવે છે તે નક્કી કરી છીએ. આ ઉપરાંત અમુક સેવા તમને તમારા ઉપકરણમાંથી વધુ ચોક્કસ સ્થાન સંબંધિત માહિતીને પસંદ કરવાની મંજૂરી આપે છે, જેમ કે તમારા ઉપકરણના જીપીએસમાંથી સ્થાન માહિતી.
કૂકીઝ અને સમાન ટેક્નોલોજીસ: અમે સેવાનું સંચાલન અને વહિવટ કરવા તથા તમારા અનુભવને સુધારવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી છીએ. અમે આ નીતિમાં વર્ણન કરેલ કેટલીક માહિતીને કૂકીઝ વડે સંગ્રહિત કરીએ છીએ, ઉદાહરણ તરીકે જો તમે લોગ ઇન ન હોય તો સત્રો દરમિયાન તમારી પસંદગી જાળવી રાખવામાં મદદ કરવા માટે અથવા પ્રમાણિકરણ અને ગ્રાહક સહાયમાં મદદ કરવા માટે. અમારી કૂકીઝના ઉપયોગ વિશેની વિગતો માટે કૃપા કરી અમારી કૂકી નોટિસ વાંચો.
અન્ય સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતી: અમે અન્ય સ્ત્રોતોમાંથી માહિતી પ્રાપ્ત કરીએ છીએ, જેમ કે અમારા વિશ્વસનીય સુરક્ષા અને સલામતી ભાગીદારો પાસેથી કે જે સલામતીનું રક્ષણ કરવા અને છેતરપિંડી, દુરુપયોગ અને અન્ય જોખમોને અટકાવવા મદદ કરે છે અને માર્કેટિંગ વિક્રેતા પાસેથી કે જે અમને અમારી બિઝનેસ સેવાના સંભવિત ગ્રાહકો વિશે માહિતી આપે છે.
અમને જાહેરાતદાતાઓ અને અન્ય ડેટા ભાગીદારો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકે છે, જેનો ઉપયોગ અમે અમારી સેવાઓ પર Free અને Go વપરાશકર્તાઓને બતાવવામાં આવતી જાહેરાતોની અસરકારકતાને માપવા અને સુધારવામાં મદદ કરવા સહિતના હેતુઓ માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમને આ જાહેરાતકર્તાઓ પાસેથી તમે કરેલી ખરીદીઓ વિશે માહિતી મળી શકે છે.
અમે અમારી સેવાઓને સંચાલિત કરતા મોડેલ્સ વિકસાવવા અન્ય સ્ત્રોતો પૈકી પણ માહિતી એકત્રિત કરીએ છીએ, જેમ કે ઇન્ટરનેટ પર જાહેર રીતે ઉપલબ્ધ હોય તેવી માહિતી. ChatGPT અને અન્ય સેવાઓને સંચાલિત કરતા મોડલ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાયેલા માહિતીના સ્ત્રોતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી આ સહાયતા કેન્દ્ર લેખ જુઓ.
2. અમે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી છીએ
અમે નીચે દર્શાવેલા ઉદ્દેશો માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીએ છીએ:
અમારી સેવાઓ પૂરી પાડવા, વિશ્લેષણ કરવા અને જાળવવા માટે, ઉદાહરણ તરીકે ChatGPT માટે તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે;
અમારી સેવાને સુધારવા અને વિકસાવવા અને સંશોધન કરવા માટે, ઉદાહરણ તરીકે નવી સુવિધા વિકસાવવા;
અમારી સેવામાં તમારા અનુભવને વ્યક્તિગત અને કસ્ટમાઇઝ કરવા માટે ઉદાહરણ તરીકે તમને વધુ સંબંધિત વિષય-સામગ્રી પૂરી પાડવા માટે;
Free અને Go વપરાશકર્તાઓ માટે, અમારી સેવાઓ પર તમે જે જાહેરાતો જુઓ છો તેને વ્યક્તિગત બનાવવા માટે (તમારા સેટિંગ્સને આધીન) અને અમારી સેવાઓ પર દર્શાવવામાં આવતી જાહેરાતોની અસરકારકતાને માપવા માટે. અમારી સેવાઓ પરની જાહેરાતો વિશે વધુ જાણો;
અમારી સેવાઓ અને ઇવેન્ટ્સ વિષેની માહિતી તમને મોકલવા સહિત તમારા પ્રશ્નોના જવાબ આપવા સહિત, તમારી સાથે વાતચીત કરવા માટે, ઉદાહરણ તરીકે સેવાઓમાં ફેરફારો કે સુધારા વિષે;
જ્યારે તમે તમારા સંપર્કોને જોડવાનું પસંદ કરો છો ત્યારે અમારી સેવાનો ઉપયોગ કરતા તમારા સંપર્કોને ઓળખો અને જો તેઓ પછીથી અમારી સેવામાં જોડાય છે તો અમે તમને અપડેટ કરીશું;
છેતરપિંડી, ગેરકાયદે પ્રવૃત્તિ અથવા અમારી સેવાના દુરુપયોગને અટકાવવા અને અમારી સિસ્ટમો અને સેવાની સુરક્ષાનું રક્ષણ કરવા માટે, જેમાં અમારા પ્લેટફોર્મ્સ પર સબમિટ કરાયેલ અથવા વિનિમય કરાયેલ કોઈપણ કન્ટેન્ટનું મોનિટરિંગ કરીને પણ (અહીંવધારે જાણકારી મેળવો); અને
કાનૂની જવાબદારીઓનું પાલન કરવા અને અમારા વપરાશકર્તાઓ, OpenAI Foundation અથવા તૃતીય પક્ષોના અધિકારો, ગોપનીયતા, સલામતી અથવા મિલકતનું રક્ષણ કરવા માટે, ઉદાહરણ તરીકે તમને અથવા અન્યને નુકસાન થતું અટકાવવા માટે અથવા તમને વય-યોગ્ય અનુભવ આપવા માટે તમારી ઉંમરનો અંદાજ લગાવવા માટે.
અમે વ્યક્તિગત ડેટાને એકત્રિત અથવા બિન-ઓળખાય તે રીતે બનાવી શકીએ છીએ જેથી તે તમારી ઓળખ જાહેર ન કરી શકે અને ઉપરોક્ત ઉદ્દેશ્યો માટે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે અમારી સેવા કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે વિશ્લેષણ કરવા, સુધારવા અને તેમાં વિશેષતા ઉમેરવા અને સંશોધન કરવા. અમે ઓળખને દૂર કરેલી માહિતીને ઓળખ દૂર કરેલા સ્વરૂપમાં જ જાળવીશું અને તેનો તે રીતે જ ઉપયોગ કરીશું અને કાયદા દ્વારા જરૂરી ન હોય ત્યાં સુધી માહિતીની ઓળખ ફરીથી મેળવવાનો પ્રયત્ન કરીશું નહીં.
ઉપર જણાવ્યા પ્રમાણે અમે અમારી સેવાને સુધારવા માટે તમે અમને પૂરી પાડેલી કન્ટેન્ટનો ઉપયોગ કરી શકી છીએ, ઉદાહરણ તરીકે ChatGPT ને સંચાલિત કરતા મોડેલ્સને તાલીમ આપવા. અમારી સૂચના વાંચો કે તમે અમારા મોડેલ્સને તાલીમ આપવા માટે તમારા વિષય-સામગ્રીના ઉપયોગને કેવી રીતે નાપસંદ કરી શકો છો.
3. વ્યક્તિગત ડેટા જાહેર કરવો
અમે નીચેના સંજોગોમાં તમારો વ્યક્તિગત ડેટા જાહેર કરીએ છીએ:
વિક્રેતા અને સેવા પ્રદાતા: બિઝનેસ કામગીરીની જરૂરિયાતોને પૂરા કરવા અને અમુક સેવા અને કાર્યો કરવા માટે અમને સહાય કરવા માટે, અમે હોસ્ટિંગ સેવાઓના પ્રદાતા, ગ્રાહક સેવા વિક્રેતા, ક્લાઉડ સેવાઓ, કન્ટેન્ટ ડિલિવરી સેવા, સપોર્ટ અને સલામતી સેવા, ઇમેઇલ સંચાર સોફ્ટવેર, વેબ એનાલિટિક્સ સેવાઓ, ચુકવણી અને વ્યવહાર પ્રોસેસર્સ, શોધ અને ખરીદી પ્રદાતા અને માહિતી ટેકનોલોજી પ્રદાતાઓ સહિતના વિક્રેતા અને સેવા પ્રદાતાને વ્યક્તિગત ડેટા જાહેર કરીએ છીએ. અમે ઉંમર અને ઓળખની ચકાસણીમાં અમારી મદદ કરતા સેવા પ્રદાતા સાથે પણ કામ કરીએ છીએ, અને તમે અહીં વધુ જાણકારી મેળવી શકો છો. અમારી સૂચના પ્રમાણે આ પક્ષો ફક્ત તેમની ફરજો નિભાવવા દરમિયાન વ્યક્તિગત ડેટાને ઍક્સેસ કરશે, પ્રક્રિયા કરશે અથવા સંગ્રહ કરશે.
બિઝનેસ ટ્રાન્સફર: જો અમે વ્યૂહાત્મક વ્યવહારો, પુનઃગઠન, નાદારી, રિસિવરશીપ, અથવા અન્ય પ્રદાતાને સેવા ટ્રાન્ઝિટ કરવામાં (સામૂહિક રીતે, "ટ્રાન્ઝેક્શન") સામેલ હોઈએ તો તમારા વ્યક્તિગત ડેટા ટ્રાન્ઝેક્શનમાં મદદ કરનારા પ્રતિપક્ષો અને અન્ય પક્ષો સાથેની ખંતપૂર્વકની પ્રક્રિયામાં જાહેર કરી શકાય છે અને તે ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે અનુગામી અથવા સંલગ્નને અન્ય મિલકતો સાથે ટ્રાન્સફર કરી શકાય છે.
સરકારી સત્તાવાળાઓ અથવા અન્ય તૃતીય પક્ષો: અમે તમારા વ્યક્તિગત ડેટાને, જેમાં અમારી સેવાઓ સાથેની તમારી વાર્તાલાપ વિશેની માહિતીનો સમાવેશ થાય છે, કાયદાનું પાલન કરવા માટે સરકારી સત્તાવાળાઓ, ઉદ્યોગના સાથીદારો અથવા અન્ય તૃતીય પક્ષો સાથે શેર કરી શકીએ છીએ (i) જો કાનૂની જવાબદારીનું પાલન કરવા માટે આવું કરવું જરૂરી હોય અથવા સદ્ભાવનાની માન્યતામાં કે આવી ક્રિયા કાનૂની જવાબદારીનું પાલન કરવા માટે જરૂરી છે (ii) અમારા અધિકારો અથવા મિલકતનું રક્ષણ કરવા અને બચાવ કરવા માટે (iii) જો અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી નક્કી કરીએ કે અમારી શરતો, નીતિઓ, અથવા કાયદાનું ઉલ્લંઘન થયું છે; (iv) છેતરપિંડી અથવા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ શોધવા અથવા અટકાવવા; (v) અમારા ઉત્પાદનો, કર્મચારીઓ, વપરાશકર્તાઓ અથવા જાહેર જનતાની સલામતી, સુરક્ષા અને અખંડિતતાનું રક્ષણ કરવા માટે, અથવા (vi) કાનૂની જવાબદારી સામે રક્ષણ આપવા માટે.
સંલગ્ન સંસ્થાઓ: અમે વ્યક્તિગત ડેટા અમારી સંલગ્ન સંસ્થાઓને જાહેર કરીએ છીએ, જેનો અર્થ એવી સંસ્થા થાય છે જે OpenAI Foundation નું નિયંત્રણ કરે છે, OpenAI Foundation દ્વારા નિયંત્રિત છે અથવા OpenAI Foundation સાથે સામાન્ય નિયંત્રણ હેઠળ છે. અમારા સંલગ્નો આ નીતિ સાથે સુસંગત રીતે આ વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરી શકે છે.
બિઝનેસ અકાઉન્ટ સંચાલકો: જ્યારે તમે ChatGPT Enterprise અથવા બિઝનેસ અકાઉન્ટમાં જોડાઓ છો, ત્યારે તે અકાઉન્ટના સંચાલકો OpenAI Foundation સાથેના તમારા અકાઉન્ટને ઍક્સેસ અને નિયંત્રિત કરી શકે છે, જેમાં તેઓ તમારી વિષય-સામગ્રીને ઍક્સેસ કરી શકે છે. વધુમાં જો તમે તમારા નોકરી દાતા અથવા અન્ય સંસ્થાના ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવો છો તો અમે તમારા નોકરી દાતા અથવા સંસ્થા સાથે તમે એકાઉન્ટ ધરાવતા હોવાની હકીકત અને તે એકાઉન્ટની અમુક માહિતી, જેમ કે તમારું ઇમેઇલ એડ્રેસ, શેર કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે તમને તેમના બિઝનેસ એકાઉન્ટમાં ઉમેરવા માટે સક્ષમ બનાવવા.
કિશોરના માતા-પિતા અથવા વાલી: કિશોર વપરાશકર્તા અને તેમના માતા-પિતા અથવા વાલી તેમના એકાઉન્ટ્સને લિંક કરવાનું પસંદ કરી શકે છે, જેથી માતા-પિતા અથવા વાલી ચોક્કસ સેટિંગ્સ મેનેજ કરી શકે, અને જો અમે ગંભીર સુરક્ષા ચિંતા શોધીએ તો તેઓને એલર્ટ્સ મળી શકે. આ એકાઉન્ટ્સને કોઈપણ સમયે અનલિંક કરી શકાય છે. વધુ જાણકારી મેળવો એકાઉન્ટ લિંકિંગ વિશે.
અન્ય વપરાશકર્તા અને તૃતીય પક્ષો સાથે તમારી ક્રિયા-પ્રતિક્રિયા અથવા માહિતી શેર કરવું: અમુક સેવાઓ તમને અન્ય વપરાશકર્તાઓ અથવા તૃતીય પક્ષો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરવા અથવા માહિતી શેર કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે તમે ChatGPT વાર્તાલાપ અથવા Sora વિડિઓઝ અને પાત્રો જેવા કન્ટેન્ટ શેર કરી શકો છો, અથવા તૃતીય-પક્ષ શોધ અને શોપિંગ ભાગીદારો સાથે માહિતી શેર કરી શકો છો. તમે તૃતીય પક્ષના ભાગીદારો સાથે જે માહિતી શેર કરો છો તે તેમની પોતાની શરતો અને પ્રાઇવસી પોલિસી દ્વારા સંચાલિત થાય છે અને તેમની સાથે માહિતી શેર કરતા પહેલાં તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તે શરતો અને ગોપનિયતા નીચેને સમજો છો.
અમે વ્યક્તિગત ડેટાને એકત્રિત અથવા બિન-ઓળખાય તે રીતે પણ બનાવી શકીએ છીએ જેથી તે હવે તમારી ઓળખ ન કરે અને તેને ઉપર વર્ણવેલ હેતુઓ માટે જેમ કે અમારી સેવા સુધારવામાં મદદ કરવા માટે, ત્રીજો પક્ષો સાથે શેર કરીએ છીએ.
4. જાળવી રાખો
અમે તમારા વ્યક્તિગત ડેટા ત્યા સુધી જ જાળવી રાખીશું કે જ્યા સુધી અમને તમને અમારી સેવાઓ પૂરી પાડવા માટે જરૂર છે અથવા અન્ય કાયદેસર બિઝનેસ હેતુ માટે જેમ કે વિવાદો ઉકેલવા, સલામતી અને સુરક્ષાના કારણો, અથવા અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે. અમે વ્યક્તિગત ડેટા કેટલો સમય સુધી જાળવી રાખીએ છીએ તે ડેટાના પ્રકાર, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને ઘણા કિસ્સાઓમાં તમારી સેટિંગ્સ પર આધાર રાખે છે.
તમે તેને મિટાવી નાખો ત્યાં સુધી અમે જાળવી રાખેલી માહિતી: અમારી કેટલીક સેવા તમને તમારા એકાઉન્ટમાં સંગ્રહિત વ્યક્તિગત ડેટા કાઢી નાખવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે તમે તમારી ChatGPT વાતચીતોમાંથી ચોક્કસ અથવા તમામ કાઢી શકો છો, ચોક્કસ સાચવેલી યાદો કાઢી શકો છો અથવા તમારું એકાઉન્ટ મિટાવી શકો છો. એકવાર તમે વ્યક્તિગત ડેટા કાઢી નાખવાનું પસંદ કરો, તો અમે તેને અમારી સિસ્ટમમાંથી 30 દિવસની અંદર દૂર કરીશું, સિવાય કે અમારે તેને નીચે વર્ણવ્યા મુજબ વધુ સમય માટે જાળવી રાખવાની જરૂર હોય અથવા જ્યારે તમે અમને તમારા કન્ટેન્ટનો ઉપયોગ કરીને અમારા મોડલને સુધારવા માટે મંજૂરી આપો ત્યારે તે પહેલેથી જ બિન-ઓળખ કરેલ હોય અને તમારા એકાઉન્ટથી અલગ કરવામાં આવ્યું હોય.
અમે આપમેળે કાઢી નાખીશું તેવી માહિતી: કેટલાક કિસ્સામાં, વ્યક્તિગત ડેટા આપમેળે કાઢી નાખીશું. ઉદાહરણ તરીકે, અસ્થાયી ચેટ્સ 30 દિવસની અંદર આપમેળે કાઢી નાખવામાં આવશે (જ્યાં સુધી સુરક્ષા અથવા કાનૂની કારણોસર અમારે તેને જાળવી રાખવાની જરૂર ન હોય, જેમ કે નીચે વધુ વર્ણવ્યું છે), અને તમારું Atlas ઇન્કોગ્નિટો બ્રાઉઝિંગ ઇતિહાસ તમે તમારું સેશન પૂર્ણ કરો પછી સાચવવામાં આવશે નહીં.
કાયદેસર સુરક્ષા, સલામતી અથવા કાનૂની કારણોસર અમે વધુ સમય માટે જાળવી રાખીએ તેવી માહિતી: કેટલાક કિસ્સામાં, તમે તેને કાઢી નાખ્યા પછી પણ અમારે વ્યક્તિગત ડેટા વધુ સમય માટે જાળવી રાખવાની જરૂર પડે છે, ઉદાહરણ તરીકે, કારણ કે અમારે કાનૂની રીતે આવું કરવું જરૂરી છે, છેતરપિંડી અને દુરુપયોગને સંબોધવા માટે, સુરક્ષા કારણોસર, અથવા નાણાકીય રેકોર્ડ-કીપિંગ હેતુઓ માટે. ઉદાહરણ તરીકે:
જો ચોક્કસ કન્ટેન્ટ અથવા તમારું એકાઉન્ટ અમારી ઉપયોગ નીતિઓના ઉલ્લંઘનને કારણે પ્રતિબંધિત કરવામાં આવે, તો અમે છેતરપિંડી, દુરુપયોગ અથવા અમારી નીતિઓના અન્ય ઉલ્લંઘનોથી અમારી સેવાઓને સુરક્ષિત રાખવા માટે તે ડેટા જાળવી રાખી શકીએ છીએ.
જો અમને કાનૂની રીતે તમારો ડેટા જાળવી રાખવો જરૂરી હોય (ઉદાહરણ તરીકે, અમને કાનૂની સબપોઇના પ્રાપ્ત થાય), તો અમે સંબંધિત કાનૂની અથવા નિયમનકારી જવાબદારીની અવધિ માટે તેને જાળવી રાખી શકીએ છીએ.
જ્યારે અમે નાણાકીય વ્યવહારમાં પક્ષકાર હોઈએ છીએ (ઉદાહરણ તરીકે, જ્યારે અમે ChatGPT Plus અથવા Pro એકાઉન્ટ માટે તમારી ચુકવણીની પ્રક્રિયા કરીએ છીએ, અથવા ChatGPT પર ખરીદી સુગમ બનાવીએ છીએ), ત્યારે અમે અમારા હિસાબી, વિવાદ ઉકેલવા અને નિયમનકારી પાલનના હેતુઓ માટે ચુકવણી અને વ્યવહાર-સંબંધિત માહિતી જાળવી રાખી શકીએ છીએ.
જ્યારે તમે અમને તમારો વ્યક્તિગત ડેટા કાઢી નાખવા માટે કહો છો ત્યારે અમે વિનંતીનું પાલન કર્યું છે તે ચકાસી શકીએ તે માટે કાઢી નાખવાની વિનંતીનો ઑડિટ રેકોર્ડ જાળવી રાખીએ છીએ.
આ જાળવણી સમયગાળા નક્કી કરતી વખતે અમે કેટલાક પરિબળો ધ્યાનમાં લઈએ છીએ, જેમ કે:
વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરવાનો અમારો હેતુ (જેમ કે શું અમારે અમારી સેવાઓ પૂરી પાડવા માટે તેને જાળવી રાખવાની જરૂર છે).
માહિતીના પ્રમાણ, પ્રકૃતિ અને સંવેદનશીલતા.
અનધિકૃત ઉપયોગ અથવા જાહેર કરવાથી નુકસાન થવાનું સંભવિત જોખમ.
કોઈપણ કાનૂની આવશ્યકતા કે જેના માટે અમે જવાબદાર છીએ.
5. ડેટા કન્ટ્રોલ્સ.
અમારી સેવા તમને તમારા વ્યક્તિગત ડેટા અને તેનો ઉપયોગ તથા તેની જાળવણી કેવી રીતે થાય છે તે અંગે અનેક નિયંત્રણો પૂરા પાડે છે. તમે હંમેશા તમારા એકાઉન્ટમાં આ સેટિંગ્સ બદલી શકો છો. આ પૈકી નીચેના નિયંત્રણોનો સમાવેશ થાય છે:
તમે સરળતાપૂર્વક પસંદ કરી શકો છો કે તમારા કન્ટેન્ટનો ઉપયોગ અમારા મોડલ્સને સુધારવા તથા તાલીમ આપવા માટે થઈ શકે છે કે નહીં.
તમે એ બાબત નક્કી કરી શકો છો કે સામગ્રીને વધારે વ્યક્તિગત અને સંબંધિત બનાવવા અમે ચેટ્સ વચ્ચે વિગતો યાદ રાખીશું કે નહીં.
તમે તમારા એકાઉન્ટના ડેટા નિયંત્રણોમાં તમારા ChatGPT ઇતિહાસ અને ડેટા નિકાસ કરી શકો છો.
તમે ChatGPT માં ચેટ્સને મિટાવી શકો છો અથવા આર્કાઇવ કરી શકો છો અથવા તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે કાઢી શકો છો.
જો તમે ChatGPT માં ટેમ્પરરી ચેટ સક્રિય કરો છો, તો ChatGPT સાથેની તે વાતચીતો તમારા ઇતિહાસમાં દેખાશે નહીં અથવા OpenAI Foundation ના મોડલ્સને સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં.
લાગુ થવાપાત્ર કાયદાના આધારે તમે અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે કઈ કૂકીઝનો ઉપયોગ કરવો તે પસંદ કરી શકો છો.
જો તમે એટલાસ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો તમે તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ કાઢી શકો છો અથવા ઇન્કોગ્નિટો મોડમાં વેબ બ્રાઉઝ કરવાનું પસંદ કરી શકો છો, જે તમારા ઉપકરણનો ઉપયોગ કરતા અન્ય લોકો પાસેથી તમારું બ્રાઉઝિંગ ખાનગી રાખવામાં મદદ કરે છે.
તમે તે કોમ્યુનિકેશનમાં આપવામાં આવેલા વિકલ્પોનો યોગ્ય ઉપયોગ કરી અમારી તરફથી તમને પ્રાપ્ત થતા માર્કેટિંગ કોમ્યુનિકેશનમાંથી અનસબ્સ્ક્રાઇબ કરી શકો છો.
તમે ડેટા નિયંત્રણો વિશે વધારે માહિતી અહીં મેળવી શકો છો અને privacy.openai.com ની મુલાકાત લઈ શકો છો.
6. તમારા અધિકારો
તમે ક્યાં રહો છો તેના આધાર પર તમારો વ્યક્તિગત ડેટાના સંબંધમાં તમારી પાસે કેટલાક કાયદાકીય અધિકારો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે તમને આ અધિકાર હોઈ શકે છે:
તમારો વ્યક્તિગત ડેટા અને તેની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેને લગતી માહિતીનો ઍક્સેસ મેળવો.
તમારા વ્યક્તિગત ડેટામાં સુધારો કરો અથવા અપડેટ કરો.
અમારા રેકોર્ડમાંથી તમારો વ્યક્તિગત ડેટા કાઢી નાખો.
અમે તમારા વ્યક્તિગત ડેટા પર કેવી રીતે પ્રક્રિયા કરી છીએ તે પ્રતિબંધિત કરો.
તમારો વ્યક્તિગત ડેટા ત્રીજા પક્ષને ટ્રાન્સફર કરો (ડેટા પોર્ટેબિલિટીનો અધિકાર).
તમારી સંમતિ પાછી ખેંચો—જ્યાં અમે પ્રક્રિયા માટે કાનૂની આધાર તરીકે સંમતિ પર આધાર રાખી છીએ.
તમારા સ્થાનિક ડેટા પ્રોટેક્શન ઓથોરિટી સમક્ષ ફરિયાદ નોંધાવો.
તમે આમાંથી કેટલાક અધિકારોનો ઉપયોગ તમારા OpenAI Foundation એકાઉન્ટમાં ડેટા કંટ્રોલ્સ વિભાગમાં વર્ણન કરેલા ટૂલ્સનો ઉપયોગ કરીને કરી શકો છો, અથવા તમે તમારી વિનંતી privacy.openai.com દ્વારા અથવા [email protected] પર સબમિટ કરી શકો છો. તમે [email protected] પર અમારા ડેટા પ્રોટેક્શન ઓફિસરનો સંપર્ક કરી શકો છો.
ચોકસાઈ વિશે નોંધ: ChatGPT જેવી સેવા વપરાશકર્તાની વિનંતી વાંચીને પ્રતિભાવનું સર્જન કરે છે અને તેના પ્રતિભાવમાં આગળ દેખાતા શબ્દોનું પૂર્વાનુમાન કરે છે. કેટલાક કિસ્સામાં આગળ દેખાઈ શકે તેવા શબ્દો સૌથી વધુ વાસ્તવિક રીતે સચોટ ન પણ હોઈ શકે. આ કારણ માટે તમારે અમારા કેટલાક મોડેલ પૈકી મળતા આઉટપુટની ખરા અર્થમાં ચોકસાઈ પર આધાર રાખવો જોઈએ નહીં.
જો તમને જણાય કે ChatGPT ના આઉટપુટમાં તમારા વિશે ખોટી માહિતી છે અને તમે તેને સુધારવા કે દૂર કરવા માંગો છો, તો તમે આ વિનંતીઓ privacy.openai.com દ્વારા અથવા [email protected] પર મોકલી શકો છો. અને લાગૂ થવા યોગ્ય કાયદા અને અમારા મોડેલની ટેક્નિકલ ક્ષમતાના આધારે અમે તમારી વિનંતીને ધ્યાનમાં લઈશું.
અમારા મોડેલ્સને તાલીમ આપવા માટે ઇન્ટરનેટમાંથી અમે એકત્રિત કરેલા ડેટાના સંદર્ભમાં તમારા અધિકારોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી માટે કૃપા કરી આ સહાયતા કેન્દ્ર લેખ જુઓ.
OpenAI Foundation આ નીતિમાં વર્ણવેલા હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા વિવિધ ન્યાયક્ષેત્રોમાં સ્થિત સર્વર્સ પર કરે છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં અમારી સુવિધાઓ અને સર્વર્સમાં અથવા જ્યાં અમારા અનુસંગિકો અને ભાગીદારો અથવા અમારા વેન્ડર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ સ્થિત હોય તેવા દેશો કે પ્રદેશોમાં તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા અને સંગ્રહનો સમાવેશ થાય છે.
દરેક દેશમાં ડેટાની સુરક્ષાને લગતા કાયદા અલગ-અલગ હોય છે ત્યારે અમે તમારા વ્યક્તિગત ડેટા પર ક્યાં પ્રક્રિયા કરવામાં આવે છે તેને ધ્યાનમાં લીધા વગર આ નીતિમાં વર્ણન કરવામાં આવ્યા પ્રમાણે સુરક્ષા લાગુ કરી છીએ અને એવા ડેટા જ ટ્રાન્સફર કરીએ છીએ કે જે કાયદેસર રીતે માન્ય ટ્રાન્સફર વ્યવસ્થાને પ્રમાણે હોય છે.
7. બાળકો
અમારી સેવા 13 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે નિર્દેશિત અથવા હેતુપૂર્વક નથી. અમે જાણતા નથી કે 13 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો પાસેથી વ્યક્તિગત ડેટા એકત્રિત કરતા નથી. જો તમારી પાસે એવું માનવાનું કારણ હોય કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકે સેવાઓ દ્વારા OpenAI Foundation ને વ્યક્તિગત ડેટા પૂરો પાડ્યો છે, તો કૃપા કરીને અમને [email protected] પર ઇમેઇલ કરો. અમે કોઈપણ નોટિફિકેશનની તપાસ કરશું અને જો યોગ્ય જણાય તો અમારી સિસ્ટમમાંથી વ્યક્તિગત ડેટાને દૂર કરી નાખશું. 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાએ અમારી સેવાનો ઉપયોગ કરવા માટે તેમના માતાપિતા અથવા વાલીની પરવાનગી મેળવવી ખૂબ જરૂરી છે.
વધુ જાણકારી મેળવો કે કિશોરો અને માતા-પિતા અથવા વાલી તેમના એકાઉન્ટ્સને લિંક કરવાનું કેવી રીતે પસંદ કરી શકે તે વિશે.
8. સુરક્ષા.
અમે વ્યક્તિગત ડેટાને ગુમાવવાથી, દુરુપયોગથી અને બિનઅધિકૃત ઍક્સેસ, જાહેર કરવું, ફેરફાર અથવા નાશ થવાથી સુરક્ષિત રાખવા માટે વ્યાપારી રીતે વાજબી ટેકનિકલ, વહીવટી અને સંસ્થાકીય પગલાં અમલમાં મૂકીએ છીએ. અલબત કોઈપણ ઈન્ટરનેટ અથવા ઈમેલ ટ્રાન્સમિશન ક્યારેય સંપૂર્ણપણે સુરક્ષિત અથવા ખામીથી મુક્ત નથી. માટે સર્વિસીસને તમે કઈ માહિતી પૂરી પાડો છો તે નક્કી કરતી વખતે તમારે ખાસ કાળજી રાખવી જોઈએ.
આ ઉપરાંત અમે સેવા અથવા ત્રીજા પક્ષની વેબસાઇટ્સ પર સમાવેશ ધરાવતી ગોપનીયતા સેટિંગ્સ અથવા સુરક્ષા પગલાંની છેતરપિંડી માટે જવાબદાર નથી.
9. અમેરિકા રાજ્યના વધારાના ખુલાસા
કેટલાક યુ.એસ. રાજ્યના ગોપનીયતા કાયદા મુજબ ચોક્કસ માહિતી જાહેર કરવી જરૂરી છે. નીચેની માહિતી અમે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ તેની શ્રેણીઓ અને અમે તે માહિતીનો ઉપયોગ અને જાહેર કેવી રીતે કરીએ છીએ તે વિશે વધારાની વિગતો આપે છે.
તમે ઉપર “અમે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ” માં અમે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરીએ છીએ અને અમે તેને ક્યાંથી એકત્રિત કરીએ છીએ તે વિશે, ઉપર “અમે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ” માં અમે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે, ઉપર “વ્યક્તિગત ડેટાનું જાહેર પ્રકટન” માં અમે વ્યક્તિગત ડેટા ક્યારે જાહેર કરીએ છીએ તે વિશે અને ઉપર “જાળવણી” માં અમે વ્યક્તિગત ડેટાને કેવી રીતે જાળવી રાખીએ છીએ તે વિશે વધુ વાંચી શકો છો.
વ્યક્તિગત ડેટા કેટેગરી | વ્યક્તિગત ડેટાનો ઉપયોગ | વ્યક્તિગત ડેટા જાહેર કરવો |
|---|---|---|
અમે ઉપર વર્ણન કર્યાં મુજબ નીચેની માહિતી એકત્રિત કરીએ છીએ:
| અમે ઉપરોક્ત વર્ણન કર્યાં મુજબ નીચેના હેતુઓ માટે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ:
| અમે ઉપર વર્ણન કર્યાં મુજબ નીચેના સંજોગોમાં આ માહિતી જાહેર કરી શકીએ છીએ:
|
તમે ક્યાં રહો છો તેના આધારે અને લાગુ થતા અપવાદોને આધીન તમારા વ્યક્તિગત ડેટાના સંબંધમાં નીચે પ્રમાણે ગોપનીયતા અધિકારો હોઈ શકે છે:
મોટા ભાગે પોર્ટેબલ ફોર્મેટમાં તમારો વ્યક્તિગત ડેટા એક્સેસ કરવાના અધિકાર સહિત તમારા વ્યક્તિગત ડેટા પર અમારા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા વિષેની માહિતી જાણવાનો અધિકાર.
તમારા વ્યક્તિગત ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરવાનો તમારો અધિકાર.
તમારા વ્યક્તિગત ડેટાને સુધારવાનો અધિકાર.
તમારા ગોપનીયતાને લગતા અધિકારોના ઉપયોગ સંબંધિત પ્રતિશોધની ભાવનાથી મુક્ત રહેવાનો તમારો અધિકાર.
અમે પરસ્પર-સંદર્ભિત વર્તનલક્ષી જાહેરાતો માટે વ્યક્તિગત ડેટાનું “વેચાણ” કરતા નથી અથવા “શેર” કરતા નથી, અને અમે “લક્ષિત જાહેરાતો આપવાના” હેતુઓ માટે વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા કરતા નથી (કારણ કે રાજ્યના ગોપનીયતાના કાયદાઓ હેઠળ આ શરતો વ્યાખ્યાયિત કરેલી છે). અમે ગ્રાહક વિશે લાક્ષણિકતાનું અનુમાન લગાવવાના હેતુ માટે સંવેદનશીલ વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા પણ કરતા નથી.
તમારા અધિકારોનો ઉપયોગ કરવો. તમે આ વિભાગમાં વર્ણવેલ ગોપનીયતા અધિકારોનો ઉપયોગ privacy.openai.com મારફતે વિનંતી સબમિટ કરીને અથવા [email protected] પર વિનંતી મોકલીને કરી શકો છો. અમારા કેલિફોર્નિયાના ગોપનીયતાને લગતા અધિકારોની રિપોર્ટિંગની સમીક્ષા અહીં કરો.
ચકાસણી. તમારા વ્યક્તિગત ડેટાને અનધિકૃત ઍક્સેસ કરવા, ફેરફાર અથવા કાઢી નાખવાથી બચાવવા માટે અમે તમને વ્યક્તિગત ડેટાને જાણવાની, સુધારવાની અથવા કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો તે અગાઉ તમારા ક્રિડેન્શિયલ તપાસ કરવા માટે કહી શકીએ છીએ. જો તમે અમારી સાથે એકાઉન્ટ ધરાવતા ન હોવ અથવા જો અમને છેતરપિંડીવાળી કે ખોટા ઈરાદાવાળી પ્રવૃત્તિની શંકા થાય તો અમે ચકાસણી માટે તમને વધારાના વ્યક્તિગત ડેટા આપવાનું કહી શકીએ છીએ. જો અમે તમારી ઓળખ ચકાસી શકતા નથી તો અમે તમારી વિનંતીને માન આપી શકીશું નહીં.
અધિકૃત એજન્ટો. તમે જ્યાં રહેતા હોય તે આધારે તમે અધિકૃત એજન્ટ દ્વારા પણ અધિકારોને લઈ વિનંતી સબમિટ કરી શકો છો. જો તમે આમ કરો છો તો એજન્ટે તમારા વતી કાર્ય કરવા માટે સહી કરેલી લેખિત પરવાનગી રજૂ કરવી જરૂરી છે, અને તમને પણ સ્વતંત્ર રીતે અમારી સાથે તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે. અધિકૃત એજન્ટની વિનંતી [email protected] પર સબમિટ કરો.
અપીલ. તમે ક્યાં રહો છો તેના આધારે તમને તમારા અધિકારોનો ઉપયોગ કરવા માટેની વિનંતી સંબંધિત અમે જે નિર્ણય લઈએ છીએ તેના વિરુદ્ધ અપીલ કરવાનો અધિકાર હોઈ શકે છે. કોઈ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા માટે, કૃપા કરીને [email protected] પર તમારી વિનંતી મોકલો.
10. પ્રાઇવસી પોલિસીમાં ફેરફારો
અમે સમયાંતરે આ નીતિને અપડેટ કરી શકીએ છીએ. જયારે અમે આમ કરીશું ત્યારે અમે અપડેટ કરેલી આવૃત્તિ અને અમલની તારીખ આ પેજ પર પ્રકાશિત કરીશું, જો કે લાગૂ થવા પાત્ર કાયદા મુજબ અન્ય પ્રકારની નોટિસની એ જરૂરી છે.
11. ડેટા કંટ્રોલર
જો તમે યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) અથવા સ્વિટ્ઝર્લેન્ડમાં રહો છો તો OpenAI Ireland Limited, તેની નોંધાયેલી ઓફિસ 1લી ફ્લોર, ધ લીફી ટ્રસ્ટ સેન્ટર, 117-126 શેરિફ સ્ટ્રીટ અપર, ડબલિન 1, ડી01 વાયસી43, આયરલેન્ડ ખાતે છે તે નિયંત્રક છે અને આ નીતિમાં વર્ણવ્યા મુજબ તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે જવાબદાર છે.
જો તમે અન્ય કોઈ જગ્યાએ રહેતા હોવ, તો OpenAI Foundation, જેનું રજિસ્ટર્ડ કાર્યાલય 555 Florida Street, Suite 220, San Francisco, California 94110, યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે છે, તે નિયંત્રક છે અને આ નીતિમાં વર્ણવ્યા મુજબ તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે જવાબદાર છે.
12. અમારો સંપર્ક કેવી રીતે કરશો
જો આ નીતિમાં તમારા પ્રશ્નો કે ચિંતાઓનો સમાવેશ ન થયો હોય, તો કૃપા કરીને સપોર્ટનો સંપર્ક કરો.